નવી દિલ્હી: દેશના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પરિવાર સાથે વિદેશમાં જાતિભેદનો ચોંકાવનારો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બિરલા પરિવાર સાથે આ ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં ઘટી. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્ય બિરલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. અનન્ય બિરલાએ ટ્વીટમાં લખ્યું કે "આ રેસ્ટોરન્ટ સ્કોપા ઈટાલિયાન રૂટ્સે મને અને મારા પરિવારને પોતાના પરિસરમાંથી બહાર કાઢી મૂક્યા. આ ખુબ જ દુ:ખી કરનારું અને જાતિભેદી છે. તમારે તમારા ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. આ ઠીક નથી."


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube